‘બિગ બૉસ’ ખૂબ બોરિંગ છે : ઝિશાન ખાન

05 December, 2021 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝિશાન ‘બિગ બૉસ OTT’માં જોવા મળ્યો હતો

ઝિશાન ખાન

ઝિશાન ખાનને ‘બિગ બૉસ’ની ૧૫મી સીઝન બોરિંગ લાગે છે. ઝિશાન ‘બિગ બૉસ OTT’માં જોવા મળ્યો હતો. એ શોમાં તેની પ્રતીક સહજપાલ સાથે ખૂબ લડાઈ થઈ હતી. ત્યાર બાદ તેને આ શોમાંથી ઇવિક્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં ‘બિગ બૉસ’માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીઝ અને એલિમિનેશન ચાલી રહ્યું છે. એ વિશે પૂછવામાં આવતાં ઝિશાન ખાને કહ્યું હતું કે ‘હવે તો એ બિગ બૉસ નામનો શો નથી રહ્યો, પરંતુ એ બિગ બોર શો બની ગયો છે. આ વખતે તેમણે શોને વધુ બોર બનાવ્યો છે. ખરું કહું તો હું જણાવી નથી શકતો કે શો કેટલો બોરિંગ બની ગયો છે. ૧૫ મિનિટ જોયા પછી તો મારો ઇન્ટરેસ્ટ હટી ગયો છે. મારે શોને બંધ કરવો પડ્યો હતો. હું એ શો જોવાનું સહન નથી કરી શકતો. મારે કંઈક અલગ કરવું છે.’
રેહાના પંડિત સાથે તે રિલેશનમાં છે. પાંચમી ડિસેમ્બરે તેના બર્થ-ડે સેલિબ્રેશન વિશે ઝિશાન ખાને કહ્યું કે ‘આ દિવસ મારા માટે સુપરસ્પેશ્યલ છે, કારણ કે મારા અન્ય બર્થ-ડેમાં હું ભરપૂર પાર્ટી કરતો હતો. આ વખતે હું મારા પેરન્ટ્સ, મારી ગર્લફ્રેન્ડ અને મારા ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરીશ. એથી એ એક પ્રકારે ફૅમિલી સેલિબ્રેશન હશે. મારા પરિવાર સાથે હું થોડો ક્વૉલિટી ટાઇમ પસાર કરીશ.’

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 15