ધીરજને કારણે સ્ટાઇલને ઇમ્પ્રૂવ કરવી પડી હતી શ્રદ્ધા આર્યાએ

06 March, 2024 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝી રિશ્તે અવૉર્ડ્‌સમાં શ્રદ્ધાને મોસ્ટ સ્ટાઇલિશ વુમનનો અવૉર્ડ આપવામાં આવ્યો છે.

શ્રદ્ધા આર્યા , ધીરજ ધૂપર

કુંડલી ભાગ્ય’માં જોવા મળેલી શ્રદ્ધા આર્યાનું કહેવું છે કે તેના એક્સ-કો-સ્ટાર ધીરજ ધૂપરને કારણે તેણે તેની સ્ટાઇલને ઇમ્પ્રૂવ કરવી પડી હતી. ઝી રિશ્તે અવૉર્ડ્‌સમાં શ્રદ્ધાને મોસ્ટ સ્ટાઇલિશ વુમનનો અવૉર્ડ આપવામાં આવ્યો છે. ‘કુંડલી ભાગ્ય’ના પ્રીતાના પાત્રને કારણે તેને ઘણી લોકપ્રિયતા મળી છે. આ અવૉર્ડ મળતાં ધીરજનો આભાર માનતાં શ્રદ્ધાએ કહ્યું કે ‘હું આ અવૉર્ડ માટે ઝી ટીવી અને ‘કુંડલી ભાગ્ય’ની ટીમનો આભાર માનું છું. મારા માટે પર્ફેક્ટ ક્લોથ્સ અને જ્વેલરી પસંદ કરવા માટે મારી સાથે કામ કરનાર સ્ટાઇલિસ્ટનો હું આભાર માનું છું. મને લાગતું હતું કે હું વર્ષોથી આની પાછળ ખૂબ જ મહેનત કરી રહી છું અને કોઈ નોટિસ નથી કરી રહ્યું, પરંતુ હું ખોટી હતી. મોસ્ટ સ્ટાઇલિસ્ટ વુમન તરીકે મને પસંદ કરવા માટે આભાર. આ ટાઇટલને લઈને મને ખૂબ જ ગર્વ છે. આ શોમાં કરણ તરીકે પોતાનું યોગદાન આપવા માટે હું ધીરજ ધૂપરનો આભાર માનું છું. દરેક એમ કહેશે કે હું દર વખતે તેનું નામ લઉં છું, પરંતુ આ વખતે તેનું નામ લેવું જરૂરી છે. ધીરજ જ્યારે પણ નવા દૃશ્ય માટે નવાં કપડાંમાં આવતો ત્યારે તેને જોઈને મને થતું કે મારાં કપડાં એટલાં સારાં નથી. તે હંમેશાં સુપર સ્ટાઇલિશ રહેતો અને એને કારણે મારે મારી સ્ટાઇલને ઇમ્પ્રૂવ કરવી પડી હતી.’

entertainment news television news