12 November, 2025 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શગુન શર્મા અને અમન ગાંધી
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’માં મિહિર અને તુલસી સિવાય તેમનાં બાળકો પરી, અંગદ અને હૃતિકની ઍક્ટિંગે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ શોમાં પરી બનતી શગુન શર્મા અને હૃતિક બનતો અમન ગાંધી એકબીજા સાથે મતભેદ ધરાવતાં ભાઈ-બહેન બન્યાં છે પણ રિપોર્ટ પ્રમાણે રિયલ લાઇફમાં આ બન્ને રિલેશનશિપમાં છે. શગુન અને અમન આ વાતને છુપાવવા નથી માગતાં અને બન્નેએ રિલેશનશિપ કન્ફર્મ કરતાં કહ્યું છે કે તેઓ આ શો શરૂ થયો એની પહેલાંથી જ સાથે છે અને તેમના સંબંધને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. શગુન અને અમને શરૂઆતમાં શોના સેટ પર બે મહિના સુધી આ વાત છુપાવી રાખી, પરંતુ પછી બન્નેએ જ આ વાત બધાને કહી દીધી હતી.