01 March, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ ઈરાની
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં ટેલિવિઝનના લોકપ્રિય શોની લેટેસ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં એકતા કપૂરની સિરિયલ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ ૨.૦ રેટિંગ સાથે પ્રથમ ક્રમે છે. એ પછી રૂપાલી ગાંગુલી અભિનીત ‘અનુપમા’ ૨.૦ પૉઇન્ટ સાથે સતત બીજા ક્રમે જળવાઈ રહી છે. પ્રિયંકા ચાહર ચૌધરીનો શો ‘નાગિન 7’ ૨.૦ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને સરક્યો છે. આ લિસ્ટમાં નવા બે શો ‘વસુધા’ અને ‘ગંગામાઈ કી બેટિયાં’એ ટૉપ 5માં આશ્ચર્યજનક એન્ટ્રી કરી છે અને બન્નેના પૉઇન્ટ ૧.૯ નોંધાયા છે. આ અઠવાડિયે પહેલા ત્રણ અને છેલ્લા બે શોની પૉઇન્ટ લગભગ સમાન છે, પણ બહુ જ નાના તફાવતને ધ્યાનમાં રાખીને રૅન્કિંગ આપવામાં આવ્યું છે.