24 June, 2026 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શો સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યા બાદ સમાપ્ત થઈ શકે છે
‘ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2’નો ટૂંક સમયમાં અંત આવી જવાનો છે એવી ચર્ચા છે. રિપોર્ટ છે કે શોના નિર્માતાઓ વાર્તામાં ૧૦ વર્ષનો લીપ લાવવાની તૈયારી કરી રહ્યા છે જેના પછી કેટલાંક મુખ્ય પાત્રોની વિદાય થઈ જશે. જો અહેવાલો સાચા હોય તો આ લીપ બાદ વાર્તાનો એક નવો અધ્યાય શરૂ થશે જેમાં નવા સંઘર્ષો અને અણધાર્યા વળાંકો જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે લીપ બાદ બે મહત્ત્વનાં પાત્રો શોને અલવિદા કહી શકે છે. જોકે આ પાત્રોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
આ સંજોગોમાં કેટલાક રિપોર્ટ અને સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓએ એવી અટકળોને જન્મ આપ્યો છે કે શો સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યા બાદ સમાપ્ત થઈ શકે છે. જોકે ચૅનલ કે નિર્માતાઓએ હજુ સુધી આ અફવાઓ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી છતાં શોના ભવિષ્યને લઈને ચર્ચાઓ સતત વધી રહી છે.