12 January, 2026 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ હાલમાં બીજી સીઝનમાં પણ દર્શકોને બહુ પસંદ પડી રહી છે. સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય અને એકતા કપૂરનો આ શો છેલ્લા ઘણા મહિનાથી ટીવીના ટૉપ 3 કાર્યક્રમમાં પોતાનું સ્થાન જાળવી શક્યો છે. હવે આ શોએ કુલ ૨૦૦૦ એપિસોડ પૂર્ણ કર્યા છે, જે છેલ્લાં પચીસ વર્ષમાં કોઈ પણ ટીવી-શો માટે એક શાનદાર માઇલસ્ટોન છે. આ રેકૉર્ડ સિદ્ધ થતાં શોની પ્રોડ્યુસર એકતા કપૂર બહુ ખુશ છે.
પોતાની લાગણી વ્યક્ત કરતાં એકતા કપૂરે કહ્યું હતું, ‘આ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ મારા માટે માત્ર એક શો નથી. આ સિરિયલે ભારતની અનેક પેઢીઓને યાદગાર ક્ષણો આપી છે. ૨૫ વર્ષ પછી આ શોએ પોતાના ૨૦૦૦ એપિસોડની સફર પૂરી કરી છે. આ વાત બતાવે છે કે લોકો આ શોને કેટલો પ્રેમ કરે છે. આ શો સાથે લોકોની ભાવનાઓ જોડાયેલી છે. ફૅન્સને તેની કહાની ખૂબ ગમી છે. મને લાગે છે કે જો તમે ઑડિયન્સ સાથે જોડાયેલા રહો તો તમારો શો હંમેશાં હિટ રહેશે. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ આજે પણ ઘર-ઘરમાં જોવાય છે. અમારા શોની સાથોસાથ રાઇટર્સ, ટેક્નિશ્યન્સ અને પાર્ટનર્સ પણ સતત વિકાસ કરી રહ્યા છે.’