સ્મૃતિ ઈરાનીએ કર્યાં કાશી વિશ્વનાથનાં દર્શન

20 April, 2026 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્મૃતિ પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લેતાં રહે છે

કાશી વિશ્વનાથનાં દર્શને પહોંચી સ્મૃતિ ઈરાની

અભિનેત્રી અને રાજકારણી સ્મૃતિ ઈરાનીએ હાલમાં કાશી શહેરના પવિત્ર કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી. સ્મૃતિએ પોતાની કાશીયાત્રાની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે જેમાં તેઓ મંદિર પરિસરમાં પ્રાર્થના કરતાં તેમ જ આસપાસના વાતાવરણનો આનંદ લેતાં જોવા મળે છે. એક તસવીરમાં તેઓ શિવલિંગ પાસે હાથ જોડીને નમન કરતાં જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં તેઓ મંદિરની બહાર હાથ જોડીને ઊભાં છે. સ્મૃતિ પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લેતાં રહે છે, જે તેમના શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથેના જોડાણને દર્શાવે છે.

smriti irani Kashi kashi vishwanath temple kyunki saas bhi kabhi bahu thi indian television television news entertainment news