23 August, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમા અને તુલસી વીરાણી
હાલમાં લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે TRP-લિસ્ટમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. ગયા સપ્તાહની જેમ પહેલા નંબરે ‘અનુપમા’એ ૨.૨ મિલ્યન ઇમ્પ્રેશન્સ સાથે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ બીજા નંબર પરથી સરકીને ૧.૯ મિલ્યન ઇમ્પ્રેશન્સ સાથે ત્રીજા નંબરે ચાલ્યો ગયો છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ત્રીજા નંબર પરથી ૨.૦ મિલ્યન ઇમ્પ્રેશન્સ સાથે બીજા નંબરે આવી ગયો છે.
સ્મૃતિ ઈરાનીના શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ને લૉન્ચિંગના પહેલા સપ્તાહે ખૂબ પ્રેમ મળ્યો હતો. લોકોએ પહેલા સપ્તાહે જ એને નંબર વન પર પહોંચાડી દીધો હતો, પરંતુ ત્યાર બાદ એનું રૅન્કિંગ ઘટી ગયું છે અને આ લિસ્ટમાં ૧.૮ મિલ્યન ઇમ્પ્રેશન્સ સાથે આ શો ચોથા નંબરે છે. એ સિવાય ‘ઉડને કી આશા’ ગયા સપ્તાહની જેમ આ વખતે પણ પાંચમા નંબરે છે.