લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિના શોનું નામ છે ‘બ્રેક પૉઇન્ટ’

28 July, 2021 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અશ્વિની ઐયર તિવારી અને નિતેશ તિવારીનો આ ફિક્શન શો નથી

લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ

લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિની લાઇફ પરથી જે શો બની રહ્યો છે એનું નામ ‘બ્રેક પૉઇન્ટ’ રાખવામાં આવ્યું છે. ટેનિસની આ જોડીની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ પરથી અશ્વિની ઐયર તિવારી અને નિતેશ તિવારી શો બનાવી રહ્યા છે. આ કોઈ ડ્રામૅટિક કે ફિક્શન શો નથી, કારણ કે લિએન્ડર અને મહેશ પોતે એમાં જોવા મળશે. તેઓ પોતાની લાઇફ અને એમાં આવેલા ઉતાર-ચડાવ વિશે પોતે કહેતા જોવા મળશે. તેમની લાઇફને જાણવા માટે એક યુનિક સ્ટોરી ટેલિંગ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. આ શો ઝીફાઇવ પર રજૂ કરવામાં આવશે.

entertainment news indian television television news tv show