અનન્યા પાંડેને કઈ રીતે કરવાં છે લગ્ન? મમ્મીએ કર્યો મેનુનો ખુલાસો

26 January, 2026 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં ભાવના પાંડેએ કુકિંગ-શો ‘માસ્ટરશેફ ઇન્ડિયા’માં હાજરી આપી હતી.

મમ્મી ભાવના પાંડે સાથે અનન્યા પાંડે

અનન્યા પાંડે અત્યારે તેની પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત છે, પણ તાજેતરમાં એક કાર્યક્રમમાં અનન્યાની મમ્મી ભાવના પાંડેએ દીકરીનાં લગ્નના પ્લાન વિશે વાત કરી છે.

હાલમાં ભાવના પાંડેએ કુકિંગ-શો ‘માસ્ટરશેફ ઇન્ડિયા’માં હાજરી આપી હતી. આ શોમાં જ્યારે ભાવના પાંડેને પૂછવામાં આવ્યું કે અનન્યાનાં લગ્નમાં તમે શું જમવાનું પસંદ કરશો ત્યારે તેણે કહ્યું કે ‘લગ્નનું મેનુ ખૂબ ભવ્ય હશે જેમાં શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારનાં અનેક વ્યંજન હશે. એમાં મારી પસંદગીની મટન કરી, ઇન્ડિયન સ્ટાઇલનું તિરામિસુ, લસણનું અથાણું અને રીંગણાનાં પરાઠાં પણ હશે.’ 

સપ્રદ વાત તો એ છે કે અનન્યા એક નહીં, બે વાર લગ્ન કરવા માગે છે. એક ઇન્ટરવ્યુમાં અનન્યાએ જણાવ્યું હતું કે મારાં પહેલાં લગ્ન ઉદયપુરમાં ખૂબ ધામધૂમથી થશે જેમાં મિત્રો, પરિવાર અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લોકો સામેલ થશે; જ્યારે બીજાં લગ્ન પ્રાઇવેટ હશે જે પહેલાં લગ્નના એક અઠવાડિયા પછી બહામાસ અથવા મૉલદીવ્ઝના કોઈ સુંદર બીચ પર થશે અને એમાં ખૂબ નજીકના લોકો જ હાજર હશે.

masterchef india Ananya Panday bhavna pandey chunky pandey entertainment news indian television television news tv show