દિવ્યાંકા ત્રિપાઠી માટે બહેનપણીએ ગોદભરાઈનું આયોજન કર્યું

24 March, 2026 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવ્યાંકાની મિત્ર અને અભિનેત્રી કિરણ ગિરિએ આ ખાસ પળોની ઝલક ફૅન્સ સાથે વહેંચી છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

દિવ્યાંકા ત્રિપાઠી ટૂંક સમયમાં મમ્મી બનવાની છે. તેણે તાજેતરમાં સોશ્યલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નન્સીની માહિતી ફૅન્સ સાથે શૅર કરી હતી. ત્યાર બાદ દિવ્યાંકાની ફ્રેન્ડે તેના માટે ગોદભરાઈની વિધિ રાખી હતી.

દિવ્યાંકાની મિત્ર અને અભિનેત્રી કિરણ ગિરિએ આ ખાસ પળોની ઝલક ફૅન્સ સાથે વહેંચી છે. તેણે સરપ્રાઇઝ તરીકે પોતાના ઘરે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. જોકે દિવ્યાંકા તરફથી સત્તાવાર બેબી-શાવર હજી યોજાવાનું બાકી છે.

દિવ્યાંકા ત્રિપાઠી અને કિરણ ગિરિએ સાથે ૨૦૦૬માં પ્રસારિત થયેલી ‘બનૂં મૈં તેરી દુલ્હન’માં કામ કર્યું હતું. રિપોર્ટ મુજબ દિવ્યાંકા હાલમાં ૬ મહિનાની પ્રેગ્નન્ટ છે અને તેની ડિલિવરી જૂનમાં મુંબઈમાં થશે. 

મહિલાઓ પર ૩૫ વર્ષની ઉંમર પછી મમ્મી બનવાનું દબાણ કરવું અયોગ્ય

ટીવી-ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ૪૦ વર્ષની ઉંમરે મમ્મી બનવાની છે ત્યારે તેણે આ વયે મમ્મી બનવાના પોતાના નિર્ણય વિશે વાત કરી હતી. દિવ્યાંકાએ ઉંમર અને પ્રેગ્નન્સી સંદર્ભે થતી ચર્ચાઓ પર પોતાનો સ્પષ્ટ અને નિર્ભય અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેનું માનવું છે કે ૩૫ વર્ષની ઉંમર પછી મહિલાઓ પર માતા બનવા માટે જે દબાણ કરવામાં આવે છે એ મોટા ભાગે અનાવશ્યક છે. તેણે કહ્યું હતું કે ‘ઉંમર વધતાં ગર્ભધારણ મુશ્કેલ બનશે એવી ભયભીત કરનારી વાતો મહિલાઓમાં માનસિક તાણ ઊભી કરે છે. મેડિકલ સાયન્સમાં બહુ પ્રગતિ થઈ છે એથી ઉંમર કરતાં વધુ મહત્ત્વની છે આંતરિક ખુશી, સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ. માનસિક શાંતિ અને ઈશ્વરમાં વિશ્વાસ કોઈ પણ સામાજિક દબાણ કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે.’

divyanka tripathi vivek dahiya yeh hai mohabbatein tv show indian television television news entertainment news