બબીતાજીને નથી બનવું મમ્મી

03 February, 2026 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતાં મુનમુને કહ્યું હતું કે...

મુનમુન દત્તા ૩૮ વર્ષની છે

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીનો રોલ કરીને સારી એવી લોકપ્રિયતા મેળવનાર મુનમુન દત્તા ૩૮ વર્ષની છે અને હજી સુધી અપરિણીત છે. હાલમાં મુનમુને એક ઇન્ટરવ્યુમાં લગ્ન અને બાળકો વિશે પોતાના વિચારો સ્પષ્ટ કર્યા છે.

ઇન્ટરવ્યુમાં જ્યારે મુનમુનને પૂછવામાં આવ્યું કે શું તે લગ્ન કરવા માગે છે ત્યારે તેણે કહ્યું હતું કે ‘મને અત્યારે ખબર નથી, કરવાં છે કે નહીં એ વિશે હું હજી સ્પષ્ટ નથી. મને પ્રેમ ગમે છે. જો મારા માટે લખેલું હશે તો કદાચ કરીશ. જોકે હું એવી નથી કે લગ્ન પાછળ દોડું. બાળપણથી જ મેં ક્યારેય એવું સપનું નહોતું જોયું કે મારો પતિ આદર્શ હોવો જોઈએ. જોકે લગ્ન માટે મને ઊંચો, ગોરો, સુંદર દેખાવડો અને સારા સ્વભાવનો છોકરો ગમે છે.’

પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતાં મુનમુને કહ્યું હતું કે ‘મને લાગે છે કે હું મમ્મી બનવા માગતી નથી અને આ બાબતમાં હું સંપૂર્ણ રીતે સ્પષ્ટ છું. કોઈ મને આ માટે જજ કરે તો પણ મને ફરક નથી પડતો. આ મારી પસંદગી છે અને હું એના પર અડગ રહીશ.’

taarak mehta ka ooltah chashmah sab tv tv show television news indian television entertainment news