મારી મમ્મી કંજૂસાઈ કહી શકાય એટલી હદે કરે છે કરકસર

18 May, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પલકે મમ્મી શ્વેતા તિવારીની જીવનશૈલી વિશે વાત કરી

શ્વેતા તિવારી દીકરી પલક તિવારી સાથે

શ્વેતા તિવારી ટીવી-ઇન્ડસ્ટ્રીની જાણીતી ઍક્ટ્રેસ છે. તે દીકરી પલક તિવારી અને દીકરા રેયાંશ કોહલીનો એકલા હાથે જ ઉછેર કરે છે. બે વખત ડિવૉર્સ અને ઘરેલુ હિંસાનો સામનો કરનાર શ્વેતાનો સંઘર્ષ કોઈનાથી છુપાયેલો નથી. હવે તો શ્વેતાની દીકરી પલક પણ બૉલીવુડમાં આગળ વધી રહી છે ત્યારે તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાની મમ્મી વિશે હૃદયસ્પર્શી વાતો શૅર કરી છે.

પલકે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારી મમ્મી અત્યંત કરકસરપૂર્ણ જીવન જીવે છે અને પોતાના પર ખર્ચ કરવાનું તેમને બિલકુલ ગમતું નથી. કંજૂસ કહી શકાય એટલી હદે તે કરકસર કરે છે. મારી મમ્મીએ જીવનમાં ખૂબ મહેનત કરી છે અને એટલે જ તે હંમેશાં ખૂબ સાદગીપૂર્ણ અને કરકસરવાળું જીવન જીવે છે. તેને પોતાના જીવનમાં કોઈ લક્ઝરી જોઈતી નથી, એટલે હું તેમને કહું છું કે ક્યારેક પોતાને પ્રાથમિકતા આપો. હું તેમને કહું છું કે દર બે દિવસે મારા ભાઈ માટે નવા શૉર્ટ્સ ખરીદવાનું બંધ કરે અને પોતાની પાછળ પૈસા ખર્ચ કરે. તેને જીવનની પહેલી ડિઝાઇનર બૅગ મેં ગિફ્ટ કરી હતી. હું સમજું છું કે તે એક માતા છે. મારા પૈસા, તેમના પૈસા એ બધા આખરે તો ઘરના જ પૈસા છે. તે નથી ઇચ્છતી કે આ પૈસા કોઈ બ્રૅન્ડ પાછળ વેડફાય, પણ હું તેમને કહું છું કે તમે જે સ્થાને પહોંચ્યાં છો એનો તો આનંદ માણો.’

shweta tiwari palak tiwari television news indian television entertainment news