પિરિયડ્સ પર કરવામાં આવશે ચર્ચા

20 November, 2021 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘વાગલે કી દુનિયા’માં આ સંદર્ભે વાત કરતો જોવા મળશે સુમીત રાઘવન

પિરિયડ્સ પર કરવામાં આવશે ચર્ચા

‘વાગલે કી દુનિયા’માં હવે પિરિયડ્સના ઇશ્યુ વિશે વાત કરવામાં આવશે. મહિલાઓના પિરિયડ્સને ઇન્ડિયામાં હજી પણ ટેબુ ગણવામાં આવે છે. અક્ષયકુમાર, રાધિકા આપ્ટે અને સોનમ કપૂર આહુજાએ આ વિશે ‘પૅડમૅન’ પણ બનાવી હતી. જોકે હવે સોની સબ પર આવતી આ સિરિયલમાં પણ એ વિશે વાત કરવામાં આવશે. આ વિશે રાજેશ વાગલેનું પાત્ર ભજવતા સુમીત રાઘવને કહ્યું હતું કે ‘અત્યારના કેટલાક એપિસોડ શૂટ કરવાની મને મજા આવી રહી છે, કારણ કે એમાં મને પિરિયડ ટેબુ જેવા મહત્ત્વના ટોપિક વિશે વાત કરવાનો ચાન્સ મળી રહ્યો છે. પિરિયડ્સને લઈને જે ખોટી માન્યતા છે એને તોડવાનો મને ચાન્સ મળ્યો છે. મહિલાઓને કામ ન કરવાનું કહેવામાં આવે છે એ તેના આરામ માટે હોય છે અને એ વિશે જે ખોટી માન્યતા છે એ વિશે હું વાત કરતો જોવા મળીશ. જો ઘરમાં કોઈ પણ મહિલા કે તેની ફ્રેન્ડ્સ પિરિયડને લઈને ઘરમાં સહન કરતી હોય તો એ વિશે પુરુષે અવાજ ઉઠાવવો જોઈએ. મહિલાઓને શરમમાં મૂકવાને બદલે તેમને સપોર્ટ કરવો જરૂરી છે. મને ખુશી છે કે આ વિશે મને વાત કરવાનો ચાન્સ મળ્યો.’

television news entertainment news