બિગ બી સાથે ‘મોહન’સ મસાલા’ની સ્કિટ કરશે પ્રતીક ગાંધી

29 September, 2021 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૩મી સીઝનમાં હૉટ સીટ પર તેનો પાર્ટનર હશે પંકજ ત્રિપાઠી

બિગ બી સાથે ‘મોહન’સ મસાલા’ની સ્કિટ કરશે પ્રતીક ગાંધી

અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૩મી સીઝનમાં પંકજ ત્રિપાઠી અને પ્રતીક ગાંધી જોવા મળશે. આ ક્વિઝ-શોના શાનદાર શુક્રવારના એપિસોડમાં તેઓ હાજરી આપશે. પંકજ ત્રિપાઠી હાલમાં ઘણી ફિલ્મોને લઈને વ્યસ્ત છે, જ્યારે પ્રતીકની ‘ભવાઈ’ હવે ૨૨ ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે. પ્રતીક ૨૦૧૫-’૧૬થી ‘મોહન’સ મસાલા’ નાટક કરી રહ્યો છે અને તેની એક સ્કિટ તે અમિતાભ બચ્ચન સાથે કરતો જોવા મળશે.

television news entertainment news kaun banega crorepati Pratik Gandhi