કૉમેડી-ક્વીન ભારતી સિંહને પતિએ ગિફ્ટ આપી લાખો રૂપિયાની લક્ઝરી ઘડિયાળ

10 November, 2025 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીએ પોતાના વ્લૉગમાં આ લક્ઝરી ઘડિયાળ દેખાડીને મજાક કરી હતી, ‘પ્રિયંકા ચોપડા, મેં પણ તારા જેવી ઘડિયાળ લઈ લીધી છે. સાંભળી રહી છેને?’

ઇટાલિયન બ્રૅન્ડ બુલ્ગેરીની આ લક્ઝરી ઘડિયાળની કિંમત ૧૫ લાખથી માંડીને ૨૦ લાખ રૂપિયા જેટલી છે

કૉમેડી-ક્વીન ભારતી સિંહ હાલમાં પ્રેગ્નન્સી-પિરિયડનો આનંદ માણી રહી છે. આ સમય દરમ્યાન પણ તે કામથી દૂર નથી. તે હાલમાં ‘લાફ્ટર શેફ્સ 3’ ઉપરાંત પોતાની યુટ્યુબ ચૅનલ પર સતત સક્રિય છે. પોતાના તાજેતરના વ્લૉગમાં ભારતીએ ખુલાસો કર્યો હતો કે તેના પતિ હર્ષ લિંબાચિયાએ તેને એક લક્ઝરી ઘડિયાળ ગિફ્ટ કરી છે. એ જોઈને પ્રિયંકા ચોપડાએ પણ વ્લૉગ પર એક મજેદાર કમેન્ટ કરી છે. એક રિપોર્ટ પ્રમાણે ઇટાલિયન બ્રૅન્ડ બુલ્ગેરીની આ લક્ઝરી ઘડિયાળની કિંમત ૧૫ લાખથી માંડીને ૨૦ લાખ રૂપિયા જેટલી છે.

ભારતીએ પોતાના વ્લૉગમાં આ લક્ઝરી ઘડિયાળ દેખાડીને મજાક કરી હતી, ‘પ્રિયંકા ચોપડા, મેં પણ તારા જેવી ઘડિયાળ લઈ લીધી છે. સાંભળી રહી છેને?’

ભારતીની આ મજાક પ્રિયંકા સુધી સાચે જ પહોંચી ગઈ અને પ્રિયંકાએ કહ્યું, ‘આ ઘડિયાળ તો તમારા પર મારા કરતાં વધારે સુંદર લાગે છે! તમે તો ઘડિયાળ કંપનીની આગામી બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છો, ફક્ત તેમને હજી એની ખબર નથી.’

bharti singh priyanka chopra entertainment news indian television television news youtube