રાજ અને ડીકે જેન્ડરને લઈને ક્યારે ભેદભાવ નથી કરતા : રાશિ ખન્ના

13 October, 2021 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ અને ડીકે ‘ધ ફૅમિલી મૅન’ બનાવી છે અને એ શોએ ઓટીટીની વ્યાખ્યા બદલી કાઢી છે. તેઓ જે રીતે તેમના મહિલાના પાત્રને રજૂ કરે છે એ ખૂબ જ અદ્ભુત હોય છે.

રાજ અને ડીકે જેન્ડરને લઈને ક્યારે ભેદભાવ નથી કરતા : રાશિ ખન્ના

રાશિ ખન્નાનું કહેવું છે કે રાજ નિદિમોરુ અને ક્રિષ્ણા ડીકે ક્યારેય પણ જેન્ડરને લઈને ભેદભાવ નથી કરતા. તેણે શાહિદ કપૂર સાથેની ઍમેઝૉન પ્રાઇમ વિડિયો માટેના વેબ-શોમાં કામ કર્યું છે. આ વિશે વાત કરતાં રાશિએ કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટમાં કામ કરવાને લઈને હું પોતાને નસીબદાર માનું છું. રાજ અને ડીકે ‘ધ ફૅમિલી મૅન’ બનાવી છે અને એ શોએ ઓટીટીની વ્યાખ્યા બદલી કાઢી છે. તેઓ જે રીતે તેમના મહિલાના પાત્રને રજૂ કરે છે એ ખૂબ જ અદ્ભુત હોય છે. તેમની સાથે કામ કરીને મને એનો અહેસાસ થયો છે. તેઓ આ ઇશ્યુને લઈને ખૂબ જ સેન્સિટિવ છે અને ક્યારેય પણ જેન્ડરને લઈને ભેદભાવ નથી કરતા. તેઓ સ્ટિરિયોટાઇપને તોડવામાં માને છે અને એથી જ તેઓ ખૂબ જ અદ્ભુત છે.’

television news entertainment news indian television