‘એક દુઆ’ દરમ્યાન રાજવીરને મોટિવેટ કર્યો હેમા માલિનીએ

04 August, 2021 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેમા માલિનીએ કેવી રીતે રાજવીરને પ્રેરિત કર્યો હતો એ વિશે તેણે કહ્યું કે ‘હેમાજીએ ઘણી વાર સેટની મુલાકાત લીધી હતી. તેઓ ખૂબ જ સારાં, નમ્ર અને મોટિવેટ કરનાર વ્યક્તિ છે. 

‘એક દુઆ’ દરમ્યાન રાજવીરને મોટિવેટ કર્યો હેમા માલિનીએ

રાજવીર અંકુર સિંહનું કહેવું છે કે ‘એક દુઆ’ દરમ્યાન હેમા માલિનીએ તેને પ્રેરિત કર્યો હતો. ઈશા દેઓલ પ્રોડ્યુસર બની રહી છે અને ‘એક દુઆ’માં તે લીડ રોલ પણ કરી રહી છે. 
આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન હેમા માલિનીએ કેવી રીતે રાજવીરને પ્રેરિત કર્યો હતો એ વિશે તેણે કહ્યું કે ‘હેમાજીએ ઘણી વાર સેટની મુલાકાત લીધી હતી. તેઓ ખૂબ જ સારાં, નમ્ર અને મોટિવેટ કરનાર વ્યક્તિ છે. 
હેમાજી સાથેની મુલાકાત ખૂબ જ સારી રહી હતી. તેઓ હંમેશાં સારા શબ્દો જ કહેતાં હતાં. તેમણે મને કહ્યું હતું કે ‘યંગ મૅન, તારી કરીઅર માટે તને ઘણી-ઘણી શુભેચ્છા.’ 
આ મારા માટે ખૂબ સ્પેશ્યલ હતું અને હું એને હંમેશાં મારા દિમાગમાં રાખું છું. મેં ખૂબ મહેનત કરી છે અને આશા છે કે તેમને મારા પર ગર્વ થાય.’

television news indian television entertainment news