રાખીએ બાફી માર્યું

25 June, 2021 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ખતરોં કે ખિલાડી’ના વિનરનું નામ ગઈ કાલે આઇટમ ગર્લે બધાની સામે બોલીને શોની મજા બગાડી નાખી

રાખી સાવંત

કલર્સ પર આવતા દિવસોમાં શરૂ થનારા રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ની નવી સીઝનની એક પણ વાત ડિક્લેર નહીં કરવાની તાકીદ ચૅનલ અને પ્રોડક્શન-હાઉસે કરી હોવા છતાં ગઈ કાલે રાખી સાવંતે ફાચર મારી દીધી હતી અને બાફી માર્યું હતું કે આ શો કોણ જીત્યું છે. બન્યું એવું કે રાખી પણ આ વર્ષે ‘બિગ બૉસ’ની કન્ટેસ્ટન્ટ હોવાથી તે ‘ખતરોં કે ખિલાડી’ના અમુક કન્ટેસ્ટન્ટ સાથે સીધા કૉન્ટૅક્ટમાં હતી. એને કારણે રાખીને પહેલેથી ખબર હતી કે કેપટાઉનમાં શૂટ દરમ્યાન કોણ એલિમિનેટ થયું. ગઈ કાલે રાખી સાથે વાત ચલાતી હતી એ દરમ્યાન રાખીએ કહી દીધું કે ‘આ સીઝનનો વિનર અર્જુન બિજલાની છે. મેં તેને કૉન્ગ્રેચ્યુલેશન પણ કહી દીધું છે.’

‘મિડ-ડે’એ અર્જુનનો કૉન્ટૅક્ટ કર્યો, પણ અર્જુન ફોન પર આવ્યો નહીં. રાખી સાવંતે કહ્યું કે ‘અર્જુન સિવાય દિવ્યાંકા ત્રિપાઠી પણ છેલ્લે સુધી પહોંચી હતી, પણ પછી ફાઇનલમાં તે બિચારી રહી ગઈ.’

entertainment news television news indian television tv show khatron ke khiladi rakhi sawant