20 December, 2024 06:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
‘કસમ સે’ અને ‘બડે અચ્છે લગતે હૈં’ જેવી સિરિયલોથી જાણીતા થયેલા રામ કપૂરે ઇન્સ્ટાગ્રામથી થોડોક સમય દૂર રહીને આ માધ્યમ પર પુનરાગમન કર્યું છે અને આ વાપસીમાં તેણે પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. રામ કપૂરે પોતાનો સ્લિમ ઍન્ડ ટ્રિમ ફોટો શૅર કરીને લખ્યું છે : હાય ગાઇઝ, ઇન્સ્ટા પર થોડીક લાંબી ગેરહાજરી બદલ દિલગીર છું, હું મારા પર ખૂબ મહેનત કરી રહ્યો હતો.
૫૧ વર્ષનો રામ કપૂર જે મહેનત કરી રહ્યો હતો એ ઊડીને આંખે વળગે છે એવી તેની કાયાપલટ થઈ ગઈ છે. રામ કપૂરે બીજો ફોટો પત્ની ગૌતમી સાથેનો શૅર કર્યો છે જેના પર 42 Kapoor લખ્યું છે જેનો અર્થ કદાચ એવો કાઢી શકાય કે તેણે તાજેતરમાં ૪૨ કિલો વજન ઘટાડ્યું છે. ૨૦૧૯માં પણ રામ કપૂરે સાતેક મહિનામાં ત્રીસેક કિલો વજન ઘટાડ્યું હતું. એ વખતે તેનું વજન ૧૩૦ કિલો હતું.