✕

મેરી શેરની મેરે આગે ખડી થી, મૈં ચૂહા બન ગયા

30 October, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૌન બનેગા કરોડપતિ 18માં રણબીર કપૂરે મસાઈમારામાં સિંહોની વચ્ચે આલિયા ભટ્ટને પ્રપોઝ કરવાની યાદો તાજી કરી.

રણબીર, આલિયા અને બિગ બી

રણબીર કપૂરે ‘કૌન બનેગા કરોડપતિ 18’માં હાજરી આપતી વખતે પત્ની આલિયા ભટ્ટને પ્રપોઝ કરવાની રોમૅન્ટિક પળ વિશે રસપ્રદ ખુલાસો કર્યો હતો. આફ્રિકાના મસાઈમારા ખાતે રણબીરે આલિયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ ખાસ પળને યાદ કરતાં અભિનેતાએ જણાવ્યું હતું કે આસપાસ સિંહો હોવા છતાં તેણે ઘૂંટણિયે બેસીને આલિયાને લગ્ન માટે પૂછ્યું હતું. રણબીરે આ ઘટનાને પોતાના જીવનની એક અદ્ભુત પળ ગણાવી હતી જેને તે હંમેશાં યાદ રાખશે.

રણબીરે જણાવ્યું હતું કે તેણે આ ખાસ પળને યાદગાર બનાવવા માટે અગાઉથી જ પોતાના ગાઇડ અને ડ્રાઇવરને ટિપ આપી દીધી હતી. તેણે તેમને જંગલની વચ્ચે ક્યાંક ગાડી રોકવાનું કહ્યું
હતું, જેથી તે આલિયાને વીંટી આપીને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરી શકે અને ગાઇડ દૂરથી આ પળના ફોટોગ્રાફ્સ લઈ શકે. રણબીરે કહ્યું હતું કે તેને ખબર હતી કે આલિયાને ફોટોગ્રાફ્સ પડાવવાનો અને તેને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવાનો ઘણો શોખ છે અને એટલે જ તેણે આ પ્લાનિંગ કર્યું હતું. ત્યાર બાદ રણબીરે આ સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં કહ્યું હતું, ‘એક તરફ લગભગ ૧૦૦ મીટરના અંતરે ત્રણ સિંહો હતા. મેરી શેરની મેરે આગે ખડી થી, મૈં ચૂહા બન ગયા. મેં તેને પૂછ્યું, બેબી, શું તું મારી સાથે લગ્ન કરીશ?’

 

ranbir kapoor alia bhatt amitabh bachchan kaun banega crorepati africa bollywood gossips bollywood entertainment news photography