રેમો થયો પાણી-પાણી

20 October, 2021 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક સ્પર્ધકે તેની જર્નીને સ્ટેજ પર રજૂ કરતાં તે થયો ઇમોશનલ

રેમો ડિસોઝા

રેમો ડિસોઝા હાલમાં તેના શોમાં ઇમોશનલ થયો હતો. તે હાલમાં ‘ડાન્સ + સીઝન 6’ને જજ કરી રહ્યો છે. આ શોની સેમી ફાઇનલમાં ફારાહ ખાન અને ‘ઘુમ હૈ કિસી કે પ્યાર મેં’ની સ્ટારકાસ્ટે હાજરી આપી હતી. એ દરમ્યાન રેમોની જર્નીને સ્ટેજ પર પર્ફોર્મન્સ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ પર્ફોર્મન્સને જોઈને રેમો ખૂબ ઇમોશનલ થઈ ગયો હતો. આ વિશે વાત કરતાં રેમોએ કહ્યું હતું કે ‘આજે હું જેકંઈ છું એ અહીં હાજર રહેલી દરેક વ્યક્તિને કારણે છું. આ ટ્રિબ્યુ પર્ફોર્મન્સ બાદ મારી પાસે બોલવા માટે કોઈ શબ્દ નથી. એ જોઈને મારા ગોલ્ડન દિવસો, મારી સ્ટ્રગલના દિવસો મને યાદ આવી ગયા છે. આ ૧૦ મિનિટના પર્ફોર્મન્સને કારણે મારી સમગ્ર લાઇફ મારી આંખ સામે આવી ગઈ હતી. એને કારણે હું ઇમોશનલ બની ગયો છું. આ સુંદર પર્ફોર્મન્સને કૉમ્પ્લીમેન્ટ આપવા માટે મારી પાસે શબ્દ નથી.’

television news indian television entertainment news remo dsouza