સારાભાઈનું રીયુનિયન

24 September, 2021 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું આ બધાને ખૂબ પ્રેમ કરું છું. કેટલીક ફ્રેન્ડશિપ આજીવન બની જાય છે.

સારાભાઈનું રીયુનિયન

‘સારાભાઈ વર્સસ સારાભાઈ’નું હાલમાં રીયુનિયન થયું હતું. પારિવારિક કૉમેડીથી ભરેલા આ શોએ લોકોને ખૂબ હસાવ્યા હતા. આ સિરિયલમાં રત્ના પાઠક શાહ, સતીશ શાહ, સુમીત રાઘવન, રૂપાલી ગાંગુલી, રાજેશ કુમાર અને દેવેન ભોજાનીની અદાકારીએ લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તાજેતરમાં આયોજિત આ રીયુનિયનમાં તમામ કલાકારો સાથે આ શોના કર્તાહર્તા જે. ડી. મજીઠિયા પણ જોડાયા હતા. તેમના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રૂપાલીએ કૅપ્શન આપી હતી, ‘હું આ બધાને ખૂબ પ્રેમ કરું છું. કેટલીક ફ્રેન્ડશિપ આજીવન બની જાય છે.’

television news indian television entertainment news