પ્રેગ્નન્સીની અફવાને ફગાવી રુબીનાએ

01 December, 2022 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં તે ટ્રોફી જીતી હતી અને સાથે જ ‘ઝલક દિખલા જા’ની ૧૦મી સીઝનમાં તે રનરઅપ રહી છે

રુબીના દિલૈકે અને અભિનવ શુક્લા

રુબીના દિલૈકે પ્રેગ્નન્સીની અફવાને ફગાવી દીધી છે. તે હાલમાં કોઈ બિલ્ડિંગની અંદર જતી દેખાઈ હતી અને એમાં ક્લિનિક હોવાથી તે પ્રેગ્નન્ટ છે એવી અફવા ફેલાઈ હતી. જોકે એ અફવાને તેણે પૂર્ણવિરામ આપ્યો છે. ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં તે ટ્રોફી જીતી હતી અને સાથે જ ‘ઝલક દિખલા જા’ની ૧૦મી સીઝનમાં તે રનરઅપ રહી છે. પ્રેગ્નન્સીની અફવા પર પૂર્ણવિરામ મૂકતાં હસબન્ડ અભિનવ શુક્લા સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને રુબીનાએ ટ્વીટ કર્યું હતું, ‘પ્રેગ્નન્સીને લઈને ગેરસમજ થઈ છે. અભિનવ હવે આપણે જ્યારે પણ કામ માટેની મીટિંગ માટે કોઈ બિલ્ડિંગની અંદર જઈએ તો ચેક કરી લેવું કે એમાં કોઈ ક્લિનિક છે કે નહીં.’

entertainment news television news indian television rubina dilaik