વૉટર બેબી

13 October, 2021 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂબીનાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શૅર કર્યો છે. દરિયામાં તે બ્લૅક બિકિનીમાં જોવા મળી રહી છે. આ ફોટો અભિનવ શુક્લાએ ક્લિક કર્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તેને ફોટોગ્રાફીનો પણ ઘણો શોખ છે.

રુબીના દિલૈક

રૂબીના દિલૈક હાલમાં મૉલદીવ્ઝમાં તેના પતિ અભિનવ શુક્લા સાથે વેકેશન માણી રહી છે. તેઓ બન્ને ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં જોવા મળ્યાં હતાં, જેની વિનર રૂબીના બની હતી. રૂબીના અને અભિનવે એ શોમાં જણાવ્યું હતું કે તેઓ ડિવૉર્સ લઈ રહ્યાં છે. જોકે તેમણે પોતાને એક ચાન્સ આપ્યો હતો અને આ શોમાં તેમણે અલગ થવાનો વિચાર માંડી વાળ્યો હતો. શોમાંથી બહાર નીકળીને રૂબીના કામમાં ખૂબ વ્યસ્ત થઈ ગઈ હતી. જોકે સમય મળતાં તેઓ વેકેશન પર નીકળી ગયાં છે. રૂબીનાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શૅર કર્યો છે. દરિયામાં તે બ્લૅક બિકિનીમાં જોવા મળી રહી છે. આ ફોટો અભિનવ શુક્લાએ ક્લિક કર્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તેને ફોટોગ્રાફીનો પણ ઘણો શોખ છે.

television news indian television entertainment news rubina dilaik