10 December, 2024 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રૂપાલી ગાંગુલી, ઈશા વર્મા
ટીવી સિરિયલ ‘અનુપમા’થી (Rupali Ganguly Dispute) દેશના ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી છેલ્લા અનેક સમયથી વિવાદમાં ફસાઈ છે. સિરિયલમાં અનુપમાનું પત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી પર તેના સાથે કામ કરનાર લોકોની સાથે તેની સાવકી દીકરી પણ અનેક ગંભીર આરોપો કર્યા છે. આ સાથે રૂપાલી દરેકને માનસિક ત્રાસ આપતી હોવાના અનેક આરોપો પણ તેના પર લગાવવામાં આવ્યા છે.
રૂપાલી ગાંગુલી (Rupali Ganguly Dispute) થોડા દિવસો પહેલા તેના અંગત જીવનને કારણે ચર્ચામાં હતી જ્યારે તેની સાવકી દીકરી ઈશા વર્માએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈશાએ આ બાબતે ઘણી વખત પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા, પરંતુ અભિનેત્રીએ હંમેશા તેના પર મૌન જાળવી રાખ્યું હતું, પરંતુ હવે આખરે તેણે આ બાબતે પોતાનો પહેલું રિએક્શન આપ્યું છે અને તેણે કહ્યું છે કે આ બધી બાબતોની તેના પર ઘણી અસર થઈ છે.
તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં રૂપાલીએ (Rupali Ganguly Dispute) તેના પર લગાવવામાં આવેલા આરોપો સામે કહ્યું, `જો હું કહું કે તેની કોઈ અસર નથી તો હું ખોટું બોલીશ. આ બધી વાતોની સંપૂર્ણ અસર થઈ મારી પર થઈ છે. આપણે માણસ છીએ, જો કોઈ આપણી પીઠ પાછળ આપણા વિશે થોડું પણ ખરાબ બોલે તો આપણને ખરાબ લાગે છે. રૂપાલીએ આગળ કહ્યું, `જે લોકો પ્રેમ કરે છે તે પ્રેમ કરતા રહેશે. તમે સારા કાર્યો કરતા રહો, આજે નહીં તો કાલે તમારી સાથે સારી વસ્તુઓ ચોક્કસ થશે. ખરાબ સમય ક્યારેક આવે છે, ખરાબ વસ્તુઓ થાય છે, પરંતુ સારાની હંમેશા જીત થાય છે.
તમને જણાવી દઈએ કે ઈશાએ આરોપ લગાવ્યો હતો કે અભિનેત્રીનું (Rupali Ganguly Dispute) તેના પિતા સાથે અફેર હતું જ્યારે તે પહેલાથી જ પરિણીત હતી. તેણે અભિનેત્રી પર તેની માતાના દાગીનાની ચોરી કરવાનો અને તેને તેના પિતાથી દૂર રાખવાનો આરોપ પણ લગાવ્યો હતો. એટલું જ નહીં, ઈશાએ એમ પણ કહ્યું હતું કે રૂપાલી લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી.
રૂપાલીએ ઈશા સામે મૂક્યો છે આરોપ
રૂપાલીએ ઈશા (Rupali Ganguly Dispute) વિરુદ્ધ 50 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રૂપાલીએ કેસ દાખલ કરતાની સાથે જ ઈશાએ સોશિયલ મીડિયા પરથી અભિનેત્રી વિશે કરેલી તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. રૂપાલીનો કેસ પૂર્વ બિગ બોસ સ્પર્ધક સના રઈસ ખાન સંભાળી રહી છે. આ સાથે જાણવા જેવી બાબત એમ છે કે અભિનેત્રી રૂપાલી ગાંગુલી હાલમાં જ રાજકારણમાં પ્રવેશી છે અને તે બાદ આ બધી બાબતો અને તેની સામે આરોપો કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, એવો અંદાજ પણ સોશિયલ મીડિયા પર લોકો લગાવી રહ્યા છે.