30 November, 2024 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલી ગાંગુલી, ઈશા વર્મા
રૂપાલી ગાંગુલીએ બદનક્ષીનો દાવો ઠોકીને મોકલેલી ૫૦ કરોડ રૂપિયાની નોટિસને સાવકી દીકરી ઈશા વર્માએ વ્યથિત કરનારી અને ક્રૂર ગણાવી એના જવાબમાં રૂપાલીએ કમેન્ટ કરી છે. ઈશાએ આ નોટિસના સંદર્ભમાં એમ પણ કહ્યું હતું કે નોટિસ પરથી એ મોકલનારા લોકોનું સાચું કૅરૅક્ટર પણ ઉજાગર થાય છે. હવે રૂપાલીએ સોશ્યલ મીડિયા પર એક નોટ રીશૅર કરી છે જેમાં લખ્યું છે કે જે લોકોને તમારા પક્ષની વાત નથી ખબર તેમને પણ સ્વીકારી લો, તમારે કોઈની સામે કંઈ સાબિત નથી કરવાનું.