20 June, 2026 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વર્ક હાર્ડ ઍન્ડ હૉલિડે હાર્ડર રૂપાલી ગાંગુલીએ પોસ્ટ કરી ફૅમિલી-વેકેશનની તસવીરો
ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પોતાના પરિવાર સાથેની વેકેશનની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં એક સુંદર ફૅમિલી પોર્ટ્રેટ તેમજ રૂપાલીની કેટલીક સોલો તસવીરો પણ સામેલ છે. આ તસવીરોમાં રૂપાલી હળવા વાદળી રંગના કો-ઑર્ડ સેટમાં સનગ્લાસિસ અને સ્ટાઇલિશ ઍક્સેસરીઝ સાથે પોઝ આપતી જોવા મળે છે તેમ જ બીજી તસવીરમાં તે મમ્મી, પતિ, પુત્ર અને પરિવારના અન્ય સભ્યો સાથે જોવા મળે છે. આ તસવીરો શૅર કરતાં રૂપાલીએ કૅપ્શન લખી હતી કે ‘વર્ક હાર્ડ ઍન્ડ હૉલિડે હાર્ડર. ફૅમિલી વેકેશન મોડ ઑન... કમિંગ સૂન...’