18 January, 2025 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિ, હરભજન સિંહની ધમાલમસ્તી
ઝી ટીવીના સિન્ગિંગ રિયલિટી શો સારેગામાપાની આજે રાત્રે ૯ વાગ્યે ગ્રૅન્ડ ફિનાલે છે જેમાં સ્પર્ધકોની ગાયકી ઉપરાંત ફિલ્મ-ઇન્સ્ટ્રીના દિગ્ગજ ગાયકોને પણ સાંભળવાનો લહાવો મળશે. આજના એપિસોડમાં બૉલીવુડનાં વિખ્યાત પ્લેબૅક સિંગર્સ ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિ તથા ક્રિકેટર હરભજન સિંહ મુખ્ય મહેમાન છે.
સચિન અને જિગર
તેમના પર્ફોર્મન્સ ઉપરાંત શોનાં મેન્ટર્સ સચિન-જિગર, સચેત-પરંપરા અને ગુરુ રંધાવા પણ ધમાલ મચાવશે. આજની સાંજની હાઇલાઇટ ઉદિત નારાયણ અને ગુરુ રંધાવાનું ડ્યુએટ હશે તથા હરભજન સિંહની પણ સરપ્રાઇઝ મ્યુઝિકલ પ્રસ્તુતિ જોવા મળશે. આ ઉપરાંત એક સ્પર્ધક માટે ત્યાં સંગીત-સેરેમનીનો માહોલ સર્જાશે અને લગ્નગીતોની ધૂમ મચશે.