શાહરુખ ખાનની ફૌજી હવે જોવા મળશે DD નૅશનલ પર

25 October, 2024 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાને ૧૯૮૯માં ટીવી-સિરિયલ ‘ફૌજી’થી અભિનયજગતમાં પ્રવેશ કર્યો હતો

શાહરુખ ખાન

શાહરુખ ખાને ૧૯૮૯માં ટીવી-સિરિયલ ‘ફૌજી’થી અભિનયજગતમાં પ્રવેશ કર્યો હતો. આ સિરિયલની સીક્વલ ‘ફૌજી 2’ બની રહી છે ત્યારે દૂરદર્શને ઓરિજિનલ સિરિયલને ફરીથી પ્ર‌સારિત કરવાનો નિર્ણય લીધો છે. આ સિરિયલના તમામ ૧૩ એપિસોડ DD નૅશનલ પર જોવા મળશે. એની શરૂઆત ગઈ કાલથી થઈ ગઈ છે. સોમવારથી ગુરુવાર ‘ફૌજી’ના એપિસોડ પ્રસારિત થશે. ‘ફૌજી’માં ઇન્ડિયન આર્મીની કમાન્ડો રેજિમેન્ટની ટ્રેઇનિંગ દેખાડવામાં આવી હતી અને શાહરુખે એમાં લેફ્ટનન્ટ અભિમન્યુ રાયની ભૂમિકા ભજવી હતી.

Shah Rukh Khan indian television television news entertainment news doordarshan