આસામના પૂરપીડિતોને શરદ કેળકરે કરી આર્થિક સહાય

09 August, 2026 08:15 AM IST  |  Dispur | Gujarati Mid-day Correspondent

આસામમાં વિનાશક પૂરના કારણે અનેક લોકો મુશ્કેલીમાં છે ત્યારે અભિનેતા શરદ કેળકરે પૂરપીડિતોને આર્થિક સહાય આપી છે. તેમણે લોકોને પણ રાહત અને પુનર્વસનના પ્રયાસોમાં યોગદાન આપવા અપીલ કરી છે.

શરદ કેલકર

આસામમાં આવેલા વિનાશક પૂરને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને પૂરપીડિતોને તાત્કાલિક મદદની જરૂર છે. આવી વિકટ પરિસ્થિતિમાં શરદ કેળકરે પણ પોતાના તરફથી મદદનો હાથ લંબાવ્યો છે અને તેણે પૂરપીડિતોને આર્થિક સહાય પૂરી પાડી છે.  આ સંજોગોમાં શરદ સહિત કેટલીક સેલિબ્રિટીઝ રાહતસામગ્રીનું વિતરણ કરી રહી છે, તો કેટલીક રાહતઅભિયાનના માધ્યમથી મદદ કરી રહી છે. હાલમાં આસામમાં ખોરાક, ગાદલાં, સ્વચ્છતા માટેની સામગ્રી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જેવી અનેક બાબતોની તાત્કાલિક જરૂરિયાત છે. શરદ કેળકર સહિત કેટલાક કલાકારો પરિસ્થિતિને થોડી હળવી કરવા માટે આગળ આવી રહ્યા છે. તેઓ લોકોને પણ રાહત અને પુનર્વસનના પ્રયાસોમાં યોગદાન આપવા તથા દાન કરવા અપીલ કરી રહ્યા છે. પૂરપીડિતોની મદદ માટેનું મિશન હજુ પૂરું થયું નથી, પણ રાહતકાર્ય માટેની પહેલ સતત આગળ વધી રહી છે.

sharad kelkar assam guwahati shillong floods in india entertainment news indian television television news telly celebrity news