‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ને જજ કરશે શિલ્પા શેટ્ટી કુન્દ્રા

22 September, 2021 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ‘સુપર ડાન્સર’ને પણ હોસ્ટ કરી રહી છે

શિલ્પા શેટ્ટી કુન્દ્રા

શિલ્પા શેટ્ટી કુન્દ્રા હવે ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ને જજ કરશે. તેના પતિ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં હાલમાં જામીન આપવામાં આવ્યા છે. તે ‘સુપર ડાન્સર’ને પણ હોસ્ટ કરી રહી છે. પતિના કેસને લઈને તે થોડાં અઠવાડિયાં આ શોને જજ કરવા નહોતી આવી. જોકે તેણે હવે ફરી કામ શરૂ કરી દીધું છે. આ વિશે વાત કરતાં શિલ્પાએ કહ્યું હતું કે ‘હું ઘણાં વર્ષોથી ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ને ફૉલો કરતી આવી છું. આથી આ શોમાં જજની પૅનલમાં બેસવા માટે હું ખૂબ ઉત્સાહી છું. હું પહેલી વાર એવા રિયલિટી શોને જજ કરી રહી છું જે ફક્ત ડાન્સ પર નહીં, પણ વિવિધ પ્રકારની ટૅલન્ટને પ્રોત્સાહન આપે છે. ઇન્ડિયામાં આવી ઘણી ટૅલન્ટ છે અને તેમને પ્રોત્સાહન આપતા આ સ્ટેજ પર કામ કરવાની મને ખુશી છે.’

entertainment news indian television television news indias got talent shilpa shetty