મારા પપ્પા પણ આ રીતે પ્રેમ વ્યક્ત નથી કરતા

21 July, 2026 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉક અપની સ્પર્ધક શ્રેયા કાલરાએ ગાલ પર કિસ કરનારા રામ કપૂર સામે વિરોધ નોંધાવ્યો

શ્રેયા કાલરા અને રામ કપૂર

રિયલિટી શો ‘લૉક અપ’ના તાજેતરના એપિસોડમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે, જેના કારણે સ્પર્ધક શ્રેયા કાલરા અને રામ કપૂર ચર્ચામાં આવી ગયાં છે. શોમાં યોજાયેલા તાજેતરના લીડરશિપ ટાસ્ક બાદ ઘરના માહોલમાં ભારે તનાવ જોવા મળ્યો હતો. આ સમયે શ્રેયાએ અન્ય સ્પર્ધક રામ કપૂરના વર્તન સામે વાંધો ઉઠાવીને કહ્યું હતું કે ‘દરેક વાતમાં માત્ર ‘સૉરી’ બોલી દેવાથી સમસ્યા હલ થતી નથી. રામ કપૂર બોલે છે ત્યારે તેના મોઢામાંથી થૂંક ઊડે છે, જેના કારણે આસપાસના લોકો અસહજતા અનુભવે છે.’
શ્રેયા કાલરાએ પોતાની પર્સનલ બાઉન્ડરીનો મુદ્દો ઉઠાવતાં રામ કપૂર પર વધુ ગંભીર આરોપ લગાવ્યા. તેણે જૂની ઘટનાને યાદ કરતાં કહ્યું કે જ્યારે મેં એક ટાસ્ક જીતીને રામ કપૂરને સિક્યૉર કર્યો હતો ત્યારે તેણે મારા ગાલ પર કિસ કરી હતી. આ વર્તન વિશે વાત કરતાં શ્રેયાએ કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિએ પોતાની મર્યાદા જાળવવી જોઈએ. જો આ વખતે તેમણે ફરી મને કિસ કરવાનો પ્રયાસ કર્યો તો હું તેમનો ચહેરો પકડીને સ્પષ્ટ કહી દઈશ કે મારા પપ્પા પણ આ રીતે પ્રેમ વ્યક્ત કરતા નથી એટલે મારાથી દૂર રહો. હું અત્યાર સુધીમાં ત્રણ વખત રામ કપૂરને શોમાં બચાવી ચૂકી છું, પણ બદલામાં મને કોઈ સહકાર મળ્યો નથી. આવા સિનિયર કલાકાર પર મને શરમ આવે છે.’

entertainment news television news indian television farah khan riteish deshmukh ram kapoor netflix