રામનું પાત્ર ભજવતાં ઑટોમૅટિક સ્વભાવ શાંત થઈ જાય છે

18 April, 2024 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું કહેવું છે શ્રીમદ રામાયણમાં મર્યાદા પુરુષોત્તમનું પાત્ર ભજવતા સુજય રેઉનું

સુજય રેઉની તસવીર

સુજય રેઉનું કહેવું છે કે રામનું પાત્ર ભજવવું એક જવાબદારીનું કામ છે. દરેકે ગઈ કાલે રામનવમી સેલિબ્રેટ કરી હતી. તે ‘શ્રીમદ રામાયણ’માં રામનું પાત્ર ભજવી રહ્યો છે. રામનવમી હોવાથી સુજય કહે છે, ‘આ વર્ષે રામનવમી મારા માટે ખૂબ જ સ્પેશ્યલ રહી છે, કારણ કે હું શ્રીરામનું પાત્ર ભજવી રહ્યો છું. મારા માટે આ ગર્વની વાત છે. અમે ઉમરગામમાં આ શોનું શૂટિંગ કરી રહ્યા છીએ અને અમે પૂજા કરી હતી. તેઓ એકમાત્ર મર્યાદા પુરુષોત્તમ હતા. એક ઍક્ટર તરીકે આ પાત્ર ભજવવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે શ્રી રામે તેમની લાઇફમાં દરેક ઇમોશનનો અનુભવ કર્યો છે. તેમણે એવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો જે આપણે ઇમૅજિન પણ નહીં કરી શકીએ. તેમણે દરેક પરિસ્થિતિમાં તેમના દિમાગને શાંત રાખ્યું હતું અને વિનમ્ર રહ્યા હતા. તેમની જેમ શાંત રહેવું એ પણ એક ચૅલેન્જ છે. આ પ્રકારનું પાત્ર ભજવવાથી તમારો સ્વભાવ ઑટોમૅટિકલી શાંત થઈ જાય છે. તમે પોતે જવાબદાર વ્યક્તિ બની જાઓ છો.’

television news indian television entertainment news