04 December, 2025 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ટીવી-ઍક્ટ્રેસ શુભાંગી અત્રેએ ૧૦ વર્ષ પછી ‘ભાબીજી ઘર પર હૈં’ શોને અલવિદા કરી દીધું છે. તાજેતરમાં તેણે સેટ પરથી છેલ્લા દિવસનો વિડિયો શૅર કર્યો છે જેમાં તે સેટ પર બધાને મળતી અને જલેબી ખવડાવતી જોવા મળી રહી છે. શુભાંગી હવે આ શોમાં જોવા નહીં મળે પણ આ વાતનો તેને કોઈ અફસોસ નથી. આ શો છોડવાના સમાચાર વચ્ચે હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર તેની ગ્લૅમરસ તસવીરો શૅર કરી છે જેમાં તે વાઇટ શર્ટ અને રિપ્ડ જીન્સમાં મજા કરતી જોવા મળી છે.