સસ્તી સૈયારા

20 May, 2026 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટાર પ્લસના નવા શોનો પ્રોમો જોઈને લોકો આવી કમેન્ટ કરી રહ્યા છે

સોશ્યલ મીડિયા પર આ શો ભારે ટ્રોલિંગનો શિકાર બન્યો છે

ડિરેક્ટર મોહિત સૂ​રિની ‘સૈયારા’ ૨૦૨૫ની સુપરહિટ ફિલ્મ હતી. આ  ફિલ્મમાં અહાન પાંડે અને અનીત પડ્ડાના અભિનયની પણ ખૂબ પ્રશંસા થઈ હતી તેમ જ ફિલ્મની વાર્તા દર્શકોને ખૂબ ગમી હતી. હવે આ ફિલ્મ ફરી ચર્ચામાં છે અને એનું કારણ છે સ્ટાર પ્લસ નો નવો શો ‘સૈરાબ’. હાલમાં જ ચૅનલે આ શોનો પ્રોમો-વિડિયો જાહેર કર્યો છે, જેને જોઈને અનેક દર્શકોને લાગી રહ્યું છે કે એ ‘સૈયારા’ની નકલ છે જેના કારણે ઘણા લોકો એને ‘સસ્તી સૈયારા’ કહીને ટ્રોલ કરી રહ્યા છે.

સોશ્યલ મીડિયા પર આ શો ભારે ટ્રોલિંગનો શિકાર બન્યો છે. કેટલાકનું કહેવું છે કે શોના હીરોની ઝલક જોઈને તેમને ‘સૈયારા’નો અહાન પાંડેનો લુક યાદ આવી ગયો. હાલમાં નિર્માતાઓએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી જનરેટ કરવામાં આવેલા પ્રોમો સાથે ફક્ત શોના ટાઇટલની જાહેરાત કરી છે. હાલમાં કાસ્ટ વિશે કે ટેલિકાસ્ટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

star plus tv show indian television television news entertainment news