સુનીલ ગ્રોવરને એક જ ભૂમિકામાં બંધાઈ રહેવામાં કોઈ વાંધો નથી

26 July, 2021 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલ તેનાં વન-લાઇનર્સ, એક્સપ્રેશન અને કૉમેડીના કારણે ખૂબ લોકપ્રિય છે.

સુનિલ ગ્રોવર - તસવીર યોગને શાહ

સુનીલ ગ્રોવરને એક જ ભૂમિકામાં બંધાઈ રહેવામાં જરા પણ વાંધો નથી. સુનીલ તેનાં વન-લાઇનર્સ, એક્સપ્રેશન અને કૉમેડીના કારણે ખૂબ લોકપ્રિય છે. તેણે સલમાન ખાન સાથે ‘ભારત’માં અને વેબ-સિરીઝ ‘તાંડવ’માં પણ કામ કર્યું હતું. કામને લઈને એક જ બૉક્સમાં રહેવું તેને ઠીક લાગે છે. એ વિશે સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે ‘બૉક્સમાં રહેવામાં કંઈ વાંધો નથી. ખરેખર તો લોકો જ તમને એક ચોક્કસ પ્રકારની ભૂમિકામાં જોવા માગે છે અને તેમને એ ગમે પણ છે. બૉક્સિંગનો અર્થ એ થાય છે કે લોકો તમારો એ ચોક્કસ પાત્રમાં સ્વીકાર કરે છે. એથી એને હું કોઈ સીમામાં બંધાઈ જવું એમ નહીં કહું પરંતુ મારા મતે તો એ એક પ્રકારે સ્વીકાર્ય છે.’

sunil grover entertainment news