‘કાર્ટેલ’ના શૂટિંગ દરમ્યાન ઘણાં હેરલાઇન ફ્રૅક્ચર થયાં હતાં તનુજ વિરવાણીને

04 August, 2021 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારે પંચ મારવાના અને બંદૂક પણ ચલાવવાની હતી. હું સપોર્ટ માટે પ્લાસ્ટર નહોતો કરાવી શકતો, કારણ કે તો શૂટિંગની કન્ટિન્યુટી નહીં આવે. આથી હું કસ્ટમાઇઝ્ડ કાસ્ટ પહેરતો હતો.

તનુજ વિરવાની

તનુજ વિરવાણીને ‘કાર્ટેલ’ના શૂટિંગ દરમ્યાન ઘણાં હેરલાઇન ફ્રૅક્ચર થયાં હતાં. ૨૦૧૯ના સપ્ટેમ્બરમાં આ શોનું શૂટિંગ શરૂ થયું હતું. દસ દિવસની અંદર જ તેને ઘણાં હેરલાઇન ફ્રૅક્ચર થયાં હતાં. આ વિશે વાત કરતાં તનુજે કહ્યું હતું કે ‘ચાર જગ્યાએ મને હેરલાઇન ફ્રૅક્ચર થયાં હતાં. ક્રિકેટ રમતી વખતે મને એ થયું હતું. હું ખૂબ જ દુખી હતો, કારણ કે મને ખબર નહોતી પડી રહી હું કેવી રીતે શૂટિંગ કરીશ. મારે કંઈ ફક્ત ઊભા રહીને ડાયલૉગ બોલીને શૂટિંગ નહોતું કરવાનું. મારે પંચ મારવાના અને બંદૂક પણ ચલાવવાની હતી. હું સપોર્ટ માટે પ્લાસ્ટર નહોતો કરાવી શકતો, કારણ કે તો શૂટિંગની કન્ટિન્યુટી નહીં આવે. આથી હું કસ્ટમાઇઝ્ડ કાસ્ટ પહેરતો હતો. કૅમેરાની સામે હું એને કાઢી નાખતો હતો અને શૂટિંગ પૂરું થતાં જ પહેરી લેતો હતો.’

television news indian television entertainment news tanuj virwani