તેજસ્વી પ્રકાશે બાંદરામાં ખરીદ્યો ૭.૬૩ કરોડ રૂપિયાનો ફ્લૅટ

22 February, 2026 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેજસ્વીનો આ અપાર્ટમેન્ટ હીરાનંદાની ડેવલપર્સની અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ‘બે હાઇટ્સ’માં આવેલો છે.

તેજસ્વી પ્રકાશ

ટીવી-ઍક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે બાંદરા વિસ્તારમાં એક લક્ઝરી અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ અપાર્ટમેન્ટની કિંમત અંદાજે ૭.૬૩ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. તેજસ્વીનો આ અપાર્ટમેન્ટ હીરાનંદાની ડેવલપર્સની અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ‘બે હાઇટ્સ’માં આવેલો છે. દસ્તાવેજો અનુસાર આ અપાર્ટમેન્ટ ૧૪મા માળે છે અને એમાં બે પાર્કિંગ સ્પેસ આપવામાં આવી છે. દસ્તાવેજ મુજબ આ અપાર્ટમેન્ટનું પઝેશન નવેમ્બર ૨૦૩૦ સુધી મળવાનું છે.

તેજસ્વીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે અનેક રિયલ એસ્ટેટ પ્રૉપર્ટીમાં રોકાણ કર્યું છે, જ્યાંથી તેને સારું ભાડું મળે છે. તેની પાસે દુબઈમાં ઘર છે અને તેણે ગોવામાં પણ પ્રૉપર્ટીમાં રોકાણ 
કર્યું છે.

television news indian television tejasswi prakash bandra real estate bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news