‘તેરા યાર હૂં મૈં’નો અંશ આખો દિવસ ક્યાં પસાર કરે છે?

11 June, 2021 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વિમિંગમાં, કારણે કે રુષભ બંસલ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ છે અને તે ઑલિમ્પિકમાં પણ જવા માગે છે

રુષભ બંસલ

ટીનેજર્સ છોકરીઓનો ક્રશ બની ગયેલો સોની સબ ટીવીના શો ‘તેરા યાર હૂં મૈં’નો રુષભ એટલે કે અંશ સિંહા જ્યારે પણ ફ્રી હોય ત્યારે એ સીધો સ્વિમિંગ-પૂલ તરફ દોડે છે. તેનું કારણ પણ છે. અંશને સ્વિમિંગનો એવો શોખ છે કે તેના ફ્રેન્ડ્સ તો તેને માછલી કહીને જ બોલાવે છે. હકીકત એ છે કે અંશ સ્વિમિંગમાં જ કરીઅર બનાવવા માગે છે. સ્ટેટ લેવલની અનેક સ્વિમિંગ ચૅમ્પિયનશિપ જીતી ચૂકેલા અંશને હજી હમણાં જ સ્ટેટ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો.

અંશ કહે છે, ‘હું ટ્રાય કરીશ કે ઇન્ડિયાને ઑલિમ્પિકમાં રિપ્રેઝન્ટ કરું અને ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લઈ આવું.’

સ્વિમિંગ ઉપરાંત અંશને ક્રિકેટનો પણ ગજબનો શોખ છે. અંશ કહે છે, ‘ક્રિકેટ તો આપણા દેશમાં ભગવાન છે, બધા એનામાં માને છે. હું સચિન તેન્ડુલકરનો જબરદસ્ત ફૅન છું, તેની જૂની મૅચ પણ આવતી હોય તો પણ હું જોવા માટે બેસી જાઉં.’

entertainment news indian television television news tv show