બીજી વખત કોરોના થયો રુબીનાને

14 January, 2022 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રુબીના દિલૈકને બીજી વખત કોરોના થયો છે. કોરોનાની ત્રીજી લહેર ખૂબ ઝડપથી પોતાનો કેર વર્તાવી રહી છે

રુબીના દિલૈક

રુબીના દિલૈકને બીજી વખત કોરોના થયો છે. કોરોનાની ત્રીજી લહેર ખૂબ ઝડપથી પોતાનો કેર વર્તાવી રહી છે. મોટા ભાગની સેલિબ્રિટીઝને કોવિડ થઈ રહ્યો છે. ‘બિગ બૉસ 14’ની વિજેતા રુબીનાએ જણાવ્યું છે કે તે રિકવર પણ થઈ ગઈ છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રુબીનાએ કૅપ્શન આપી હતી ‘ત્રીજી લહેરે ફરી એક વખત મારી હેલ્થ પર હુમલો કર્યો છે, પરંતુ પાછા ફરવાના મારા જોશને એ તોડી નહીં શકે. એથી હું મારી દરેક નાનકડી જીતને સેલિબ્રેટ કરું છું અને એ જ બાબત લાઇફને જીવવા યોગ્ય બનાવે છે.’

television news rubina dilaik coronavirus