ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થીની ટીમે ૨૬ વર્ષની ઉજવણી કરી

05 July, 2026 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ખાસ અવસરે શોની મુખ્ય અભિનેત્રી સ્મૃતિ ઈરાની સહિત આખી ટીમે સાથે મળીને ઉજવણી કરી હતી અને તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી.

ઉજવણી વેળાની તસવીરો

‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’એ એના પ્રસારણનાં ૨૬ વર્ષ પૂરાં કર્યાં છે. આ ખાસ અવસરે શોની મુખ્ય અભિનેત્રી સ્મૃતિ ઈરાની સહિત આખી ટીમે સાથે મળીને ઉજવણી કરી હતી અને તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી.

આ પ્રસંગે શોની નિર્માતા એકતા કપૂરે પણ સોશ્યલ મીડિયા પર ઇમોશનલ નોંધ શૅર કરી હતી. એકતાએ નોંધમાં સ્મૃતિ ઈરાની, લેખન-ટીમ, સર્જકો અને સમગ્ર બાલાજી ટેલિફિલ્મ્સ પરિવારનો આભાર વ્યક્ત કરતાં લખ્યું કે આ શોને ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં અવિસ્મરણીય સ્થાન અપાવવામાં દરેકનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.

સ્મૃતિ ઈરાનીએ પણ આ પ્રસંગે સંદેશ આપતાં લખ્યું હતું કે ‘આ માત્ર એક શો નહોતો, પણ જીવનભરની યાદો છે. આ સફરે મને ઘણું શીખવ્યું અને દર્શકો તરફથી મળેલા પ્રેમ માટે હું હંમેશાં આભારી રહીશ.’

‘ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી’નું પ્રથમ પ્રસારણ ૨૦૦૦ની ત્રીજી જુલાઈએ થયું હતું. તુલસી વીરાણીના પાત્રમાં સ્મૃતિ ઈરાની અને મિહિર વીરાણીના પાત્રમાં અમર ઉપાધ્યાયે દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. આ ધારાવાહિકે ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં અનેક નવા માપદંડ સ્થાપ્યા હતા અને વર્ષો સુધી ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.

television news indian television smriti irani kyunki saas bhi kabhi bahu thi entertainment news social media