કલાકારોનું અપમાન કરવાનું લોકો માટે હવે સરળ બની ગયું છે: માહિકા શર્મા

07 June, 2021 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માહિકા સિરિયલ ‘FIR’ અને ‘મિસ્ટર જો બી કરવા લો’ અને ‘મર્દાની’ ફિલ્મોમાં પણ જોવા મળી હતી

માહિકા શર્મા

માહિકા શર્માનું માનવું છે કે હાલમાં કલાકારોની ઇમેજને સરળતાથી તોડી પાડવી સહેલું બની ગયું છે. માહિકા સિરિયલ ‘FIR’ અને ‘મિસ્ટર જો બી કરવા લો’ અને ‘મર્દાની’ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. ભૂતકાળમાં તે અનેક વિવાદોમાં ઘેરાયેલી રહી હતી. ઇમેજ વિશે માહિકાએ કહ્યું હતું કે ‘વર્તમાનમાં કલાકારોની ઇમેજને સરળતાથી તોડી પાડવામાં આવે છે. સાથે જ એવી ખરાબ છબિ હોવી એ કલાકારોને ખૂબ સન્માનની વાત લાગે છે. મને એવું લાગે છે કે આ બધું શો બિઝનેસનો જ એક ભાગ છે. એમાં કંઈ ન થઈ શકે.’

entertainment news indian television television news