TMKOC: રીટા રિપોર્ટરે ફરી લીધા સાત ફેરા, હાજર રહ્યા આ સ્ટાર્સ

21 November, 2021 06:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રિયા રીટા રિપોર્ટર તરીકે જાણીતી છે. તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી છે. આ શો તેના પતિ માલવ રાજદા દ્વારા નિર્દેશિત છે.

પ્રિયા આહુજા અને માલવ રાજદા ચિત્ર સૌજન્ય: સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ - માલવ રાજદા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળેલી રીટા રિપોર્ટર ઊર્ફ પ્રિયા આહુજાએ ફરી એકવાર પતિ માલવ રાજદા સાથે સાત ફેરા લીધા છે. ખરેખર રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાએ 2011માં માલવ સાથે લગ્ન કર્યા હતા. બંને એકબીજાને આ જ સિરિયલના સેટ પર મળ્યા હતા. ટેલિવિઝન અભિનેત્રી પ્રિયા આહુજાએ 19 નવેમ્બરના રોજ તેના લગ્નની દસમી વર્ષગાંઠ પર પતિ માલવ રાજદા સાથે ફરી એકવાર સાત ફેરા લીધા છે.

પ્રિયા રીટા રિપોર્ટર તરીકે જાણીતી છે. તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી છે. આ શો તેના પતિ માલવ રાજદા દ્વારા નિર્દેશિત છે. અગાઉ આ દંપતીએ હલ્દી, મહેંદી અને સંગીત જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમાં અંજલિ ભાભી ઉર્ફ સુનૈના ફોજદાર, કુશ શાહે પણ હાજરી આપી હતી. પલક સિધવાણી ઉર્ફે સોનુ આ પ્રસંગે હજાર રહી હતી, જ્યારે નિધિ ભાનુશાલી પણ આવી હતી.

પ્રિયા આહુજા અને માલવ રાજદાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ પ્રસંગે બંને ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. પ્રિયા આહુજાએ પિંક અને બ્લૂ કલરનો લહેંગા પહેર્યો છે અને સુંદર ઘરેણાં પણ પહેર્યા છે. માલવ રાજદાએ સફેદ કલરનો શેરવાની પહેરી છે. આ પ્રસંગે તેમનો 2 વર્ષનો પુત્ર અરદાસ પણ જોવા મળે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ખૂબ જ લોકપ્રિય શો છે. આ શોમાં ઘણા કલાકારો મહત્વની ભૂમિકા ભજવે છે. દરેકને આ શો ગમે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તાજેતરમાં જ મુનમુન દત્તા અને રાજ અનડકટના અફેરને લઈને ચર્ચામાં હતો.

entertainment news television news taarak mehta ka ooltah chashmah