તન્મય વેકરિયા ૧૭ વર્ષ પછી મળ્યો સ્મૃતિ ઈરાનીને

06 May, 2026 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની આ મુલાકાત વિશે વાત કરતાં તન્મયે પોસ્ટમાં કહ્યું હતું કે...

અચાનક થયેલી મુલાકાત વખતે ક્લિક કરાયેલા સેલ્ફીમાં સ્મૃતિ ઈરાની સાથે ઍક્ટર તન્મય વેકરિયા અને પ્રોડ્યુસર-ડિરેક્ટર કિરણ ભટ્ટ

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બાઘાનો રોલ કરીને જાણીતા થયેલા ઍક્ટર તન્મય વેકરિયાની લગભગ ૧૭ વર્ષ પછી ઍક્ટ્રેસ-રાજકારણી સ્મૃતિ ઈરાની સાથે અચાનક મુલાકાત થઈ હતી. તન્મય આ મુલાકાતથી ખુશ થઈ ગયો હતો અને તેણે સોશ્યલ મીડિયામાં સ્મૃતિ ઈરાની સાથેનો સેલ્ફી શૅર કર્યો છે. આ સેલ્ફીમાં પ્રોડ્યુસર-ડિરેક્ટર કિરણ ભટ્ટ પણ જોવા મળે છે.

પોતાની આ મુલાકાત વિશે વાત કરતાં તન્મયે પોસ્ટમાં કહ્યું હતું કે ‘મેં લગભગ ૧૭ વર્ષ પહેલાં ‘મણિબેન.કૉમ’ નામના શોમાં સ્મૃતિ ઈરાની સાથે કામ કર્યું હતું જેમાં મેં તેમના નાના ભાઈનો રોલ કર્યો હતો. કિરણ ભટ્ટે પણ સ્મૃતિ ઈરાની સાથે કેટલાંક ગુજરાતી નાટકો પ્રોડ્યુસ કર્યાં હતાં અને લગભગ એક-દોઢ દાયકા બાદ તેમની સાથે થયેલી આ મુલાકાત ખરેખર ખૂબ જ આનંદદાયક અનુભવ રહ્યો.’

taarak mehta ka ooltah chashmah smriti irani kyunki saas bhi kabhi bahu thi star plus sab tv tv show indian television television news entertainment news