પહેલા નંબર પર `વસુધા` અને બીજા પર `ગંગા માઈ કી બેટિયાં`

15 May, 2026 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિવાય ‘તુમ સે તુમ તક’એ પણ પોતાની મજબૂત લોકપ્રિયતા જાળવી રાખી છે

ગંગા માઈ કી બેટિયાં

બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)એ જાહેર કરેલા લેટેસ્ટ TRP રિપોર્ટમાં ટીવી-શોઝની લોકપ્રિયતામાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. આ યાદીમાં ઘણાં અઠવાડિયાં સુધી નંબર વન પર રહેલો શો ‘ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2’ બીજા સ્થાનથી ત્રીજા સ્થાન પર ખસી ગયો છે. જોકે ‘વસુધા’એ પોતાની શાનદાર લોકપ્રિયતા જાળવી રાખી છે અને નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. આ અઠવાડિયે દર્શકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાવીને ‘ગંગા માઈ કી બેટિયાં’ બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. આ સિવાય ‘તુમ સે તુમ તક’એ પણ પોતાની મજબૂત લોકપ્રિયતા જાળવી રાખી છે અને ચોથું સ્થાન મેળવ્યું છે જ્યારે રૂપાલી ગાંગુલીનો લોકપ્રિય શો ‘અનુપમા’ પાંચમા સ્થાને રહ્યો છે.

indian television television news tv show entertainment news kyunki saas bhi kabhi bahu thi anupamaa star plus