Bigg Boss 15:કુમકુમ ભાગ્ય ફેમ ઝીશાન ખાનની એન્ટ્રી, આ કારણે આવ્યો હતો વિવાદમાં...

05 August, 2021 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપૉર્ટ પ્રમાણે બિગ બૉસ 15ના મેકર્સે ઝીશાન ખાનનું નામ કન્ફર્મ કર્યું છે. ઝીશાન ખાન સિવાય ભોજપુરી સુપરસ્ટાર અક્ષરા સિંહ પણ બિગ બૉસ 15માં દેખાવાની છે.

પ્રતીકાત્મક તસવીર

જેમ જેમ `બિગ બૉસ 15` (Bigg Boss 15)નો પ્રીમિયર ટાઇમ નજીક આવી રહ્યો છે તેમ તેમ શૉમાં દેખાતા કોન્ટેસ્ટન્ટ્સના નામે પરથી પડદો ઉઠતો જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયમાં કેટલાય ટીવી સિતારા આ વાત પર સ્ટેમ્પ લગાડી ચૂક્યા છે કે લોકો બિગ બૉસ 15માં દેખાવાના છે. આ દરમિયાન મેકર્સે વધુ એક ટેલીવિઝન સિતારાના નામ પર સ્ટેમ્પ લગાજ્યો છે. અહીં વાત થઈ રહી છે ટેલીવિઝન શૉ કુમકુમ ભાગ્ય સ્ટાર ઝીશાન ખાનની... જે થોડોક સમય પહેલા જ વિવાદોમાં સંપડાયો હતો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપૉર્ટ પ્રમાણે બિગ બૉસ 15ના મેકર્સે ઝીશાન ખાનનું નામ કન્ફર્મ કર્યું છે. ઝીશાન ખાન સિવાય ભોજપુરી સુપરસ્ટાર અક્ષરા સિંહ પણ બિગ બૉસ 15માં દેખાવાની છે.

જાણો શું હતો વિવાદ?
તાજેતરમાં ઝીશાન ખાનની અમુક તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. આ તસવીરોમાં ઝીશાન ખાન બાથરૉબ પહેરીને મુંબઇ ઍરપૉર્ટ પર પૉઝ આપતો જોવા મળ્યો. એટલું જ નહીં ઝીશાન ખાને ફ્લાઇટમાં પણ બાથરૉબ કૅરી કર્યો હતો. ઝીશાન ખાનની આ તસવીરોએ વિવાદ ઉભો કર્યો. જેના પછી ઝીશાને ખુલાસો કર્યો કે તેને બાથરોબ પહેરવો ખૂબ જ ગમે છે.

ઝીશાન ખાને બાથરોબને ખૂબ જ કમ્ફરટેબલ કહ્યો હતો. ઝીશાન ખાને કહ્યું હતું, "હું ફક્ત લોકોનું મનોરંજન કરવા માગતો હતો. મેં બાથરોબમાં ઘણાં બધાં ફની વીડિયોઝ બનાવ્યા છે. ચાહકો તે વીડિયોઝને જોઈને તમે પાક્કુ હસશો. રણવીર સિંહ પણ ઘણીવાર અળવીતરા લુક્સમાં દેખાય છે. લોકો રણવીર સિંગને ટ્રોલ નથી કરતા. કુમકુમ ભાગ્યના સેટ પર મને ખાન ઈન અ રોબના નામે પણ બોલાવવામાં આવતો હતો."

નોંધનીય છે કે 8 ઑગસ્ટના `બિગ બૉસ 15` કલર્સ ટીવીના એક વૂટ પર દળદાર એન્ટ્રી મારશે. `બિગ બૉસ 15` (Bigg Boss 15  OTT)ને બૉલિવૂડ ફિલ્મ મેકર કરણ જોહર (Karan Johar) હોસ્ટ કરવાના છે. ઑન ઍર થવાના 6 અઠવાડિયા પછી સલમાન ખાન `બિગ બૉસ 15`ને લઈને ટીવી પર દસ્તક આપશે.

television news indian television entertainment news