04 September, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍક્ટ્રેસ સિમ્પલ કૌલે ૧૫ વર્ષના લગ્નજીવન બાદ પતિ રાહુલ લુમ્બા સાથે અલગ થવાનો નિર્ણય લીધો
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘શરારત’ જેવા ટીવી-શોમાં કામ કરવા માટે જાણીતી ઍક્ટ્રેસ સિમ્પલ કૌલે ૧૫ વર્ષના લગ્નજીવન બાદ પતિ રાહુલ લુમ્બા સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે.
સિમ્પલ કૌલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘અમે તાજેતરમાં જ પરસ્પરની સંમતિથી અલગ થયાં છીએ. અમે ખૂબ પરિપક્વ છીએ અને અમારો સંબંધ પરિવાર કરતાં પણ વિશેષ છે. મને તો હજી પણ વિશ્વાસ નથી આવતો કે અમારા ડિવૉર્સ થઈ ગયા છે, કારણ કે મારા જીવનનાં ઘણાં વર્ષો સુધી હું આ વ્યક્તિને જાણું છું. મને એ સમજ નથી પડતી કે લોકો ડિવૉર્સ પછી કઈ રીતે ડિટૅચ થઈ જાય છે. મારા મનમાં એવું થતું નથી. હું મારું જીવન ઘણા પ્રેમ, ઘણી ખુશી અને આધ્યાત્મિક જાગૃતિ સાથે જીવું છું. આ રીતે હું જીવું છું.’
થોડા સમય પહેલાં ભૂતપૂર્વ પતિ સાથેના સંબંધ વિશે વાત કરતાં સિમ્પલે કહ્યું હતું કે ‘તે ઘણો સમય વિદેશમાં વિતાવે છે. મને ક્યારેક તેની યાદ આવે છે, પરંતુ અમારી વચ્ચે ખૂબ સારી સમજણ છે અને અમારો સંબંધ ખૂબ મજબૂત છે. આખરે બધું સુસંગતતા અને જીવનને સંતુલિત કરવા વિશે છે. જ્યારે તે દૂર હોય છે ત્યારે હું પણ મારી કારકિર્દી પર ધ્યાન આપી શકું છું. તેથી અમારા બન્ને માટે આ જીવન-સંતુલન છે.’
જોકે આ સંબંધનો અંત અંતે ડિવૉર્સમાં આવ્યો હતો.