02 June, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નકુલે પત્ની જાનકી પારેખની પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી
‘બડે અચ્છે લગતે હૈં 2’માં રામ કપૂરનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ટીવી-ઍક્ટર નકુલ મહેતા ૪૨ વર્ષની ઉંમરે બીજી વખત પપ્પા બનવા જઈ રહ્યો છે. હાલમાં નકુલે પત્ની જાનકી પારેખની પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી છે. આ પોસ્ટ સાથે કૅપ્શનમાં લખ્યું છે કે ‘આ છોકરો (દીકરો સૂફી) પોતાની જવાબદારીઓ ઉપાડવા માટે તૈયાર છે અને અમે પણ. અમે ભગવાનના આશીર્વાદને સ્વીકારી રહ્યા છીએ, ફરી એક વખત.’
નકુલ-જાનકીએ સોશ્યલ મીડિયા પર જાનકી પારેખના મૅટરનિટી ફોટોશૂટના જે ફોટો શૅર કર્યા છે એમાં તેમનો આખો પરિવાર સાથે જોવા મળે છે. મૅટરનિટી ફોટોશૂટના ફોટોમાં નકુલ મહેતા સાથે તેની પત્ની જાનકી પારેખ અને પુત્ર સૂફી જોવા મળે છે.