‘સાથ નિભાના સાથિયા’માં ઘરની વાતને પ્રાધાન્ય આપવામાં આવે છે

08 June, 2021 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટાર પ્લસના શો સેકન્ડ સીઝને ૨૦૦ એપિસોડ પૂરા કર્યા ત્યારે સક્સેસનું કારણ વર્ણવ્યું લીડ સ્ટાર ગહેના એટલે કે સ્નેહા જૈને

સ્નેહા જૈન હર્ષ નાગર સાથે

સ્ટાર પ્લસના શો ‘સાથ નિભાના સાથિયા’ની સેકન્ડ સીઝનના ૨૦૦ એપિસોડ પૂરા થયા. એક તબક્કે એવું લાગતું હતું કે સિરિયલ ઑડિયન્સ પકડવામાં નિષ્ફળ રહી છે, પણ ફાઇનલી ઑડિયન્સ પણ સિરિયલે પકડી લીધું. સિરિયલમાં ગહેનાનું લીડ કૅરૅક્ટર કરતી સ્નેહા જૈન કહે છે, ‘અમારો શો ઘર-ઘરની વાત કહેવા માટે પૉપ્યુલર છે અને એવો શો ધીમે-ધીમે ઑડિયન્સમાં પોતાની જગ્યા બનાવતો હોય છે. ગહેના આજે દરેક ઘરની મેમ્બર બની ગઈ છે. ગહેના સાથે ઑડિયન્સ પોતાને સરખાવે અને ગહેનાના દુખે ઑડિયન્સ પણ દુખી થાય એ જ દેખાડે છે કે ગહેનાને લોકો હવે પોતાના ફૅમિલી-મેમ્બરની જેમ જુએ છે. ગહેના જ નહીં, અનંત પણ ફૅમિલી-મેમ્બર બની ગયો છે અને બીજાં કૅરૅક્ટર પણ હવે ફૅમિલી-મેમ્બર બની ગયાં છે.’

કોવિડકાળમાં બધા શોએ પોતાની સ્ટોરી બદલી છે, પણ આ એકમાત્ર શો એવો છે જેણે પોતાની મૂળ લાઇનને છોડી નથી અને આજે પણ પહેલાંની જેમ જ ઘરના કાવાદાવાને કેન્દ્રમાં રાખે છે.

entertainment news indian television television news tv show